(1)
ઘણાં વર્ષો પહેલા અકબર નામનો એક રાજા હતો તે તેના ડહાપણ અને ન્યાય માટે બહુ જ પ્રસિદ્ધ હતો.તેને બીરબલ નામનો એક ચતુર દરબારી હતો, જ્યારે પણ બિરબલને એવું લાગે કે કંઈ ખોટું થયું છે ત્યારે તે રાજાને ટોકવા માટે ટેવાયેલો હતો. ભર શિયાળો ચાલતો હતો અને બધા તળાવો જામી ગયા હતા.
(2)
ભરદરબારમાં અકબરે બિરબલને પૂછ્યું, ” બોલ શું માણસ પૈસા માટે કંઈપણ કરી શકે?” બીરબલે હા પાળી અકબરે તેને તે સાબિત કરવા કહ્યું.
(3)
બીજે દિવસે બીરબલ ખૂબ જ ગરીબ બ્રાહ્મણ સાથે દરબારમાં આવ્યો તેની પાસે અન્નનો એક દાણો પણ વધ્યો નહોતો અને એનો પૂરો પરિવાર ભૂખે મરવા પડ્યો હતો.
(4)
બીરબલે રાજાને કહ્યું કે,”બ્રાહ્મણ પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર છે.” અકબરે કહ્યું કે, “હું તને ઇનામ આપીશ જો તું આખી રાત જામેલા તળાવમાં ઉભો રે.”
(5)
ગરીબ બ્રાહ્મણ પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો, તે આખી રાત ધ્રૂજતા ધ્રૂજતા જામેલા તળાવમાં ઊભો રહ્યો
(6)
બીજે દિવસે બ્રાહ્મણ પોતાનું ઈનામ લેવા દરબારમાં પાછો ગયો. ત્યાં આકબરે પૂછ્યું કે, “તું આખી રાત કેવી રીતે ઠંડા પાણીમાં ઉભો રહયો?” બ્રાહ્મણે જવાબ આપ્યો કે હું એક કિલોમીટર દૂર દીવાને એકીટસે જોતો રહ્યો તેના કિરણોથી મેં ઠંડી સહન કરી.”
(7)
અકબર, “હું તને ઇનામ નહીં આપું કેમ કે તે પ્રકાશમાંથી ગરમી મેળવી છે અને ઠંડી સહન કરી છે. આ છળ-કપટ છે.” બીરબલ કે બ્રાહ્મણ બન્નેમાંથી કોઈ પણ રાજાને સમજાવી ન શક્યા.
(8)
બીજે દિવસે દરબારમાં બીરબલ નો એક સંદેશો આવ્યો કે, ” હું ખીચડી પાક્યા પછી દરબારમાં આવીશ.” અકબર આ સાંભળી ચોંકી ગયો.
(9)
જ્યારે બીરબલ પાંચ દિવસ પછી પણ દરબારમાં પાછો ન આવ્યો. ત્યારે અકબર બિરબલની ગયો. ત્યાં બીરબલે આગ સળગાવી રાખી હતી અને ખીચડીનો ઘડો એક મીટર ઉપર પાકવા રાખ્યો હતો.અકબરે બિરબલને પૂછ્યું, “બિરબલ ગાંડો થયો છે કે શું? આમ તારી ખીચડી એક મીટર દૂર રાખીશ તો ક્યારેય નહીં પાકે!”
(10)
બીરબલે કહ્યું, “બાદશાહ-એ-હિન્દુસ્તાન જો એક કિલોમીટર દૂર રહેલા દીવામાંથી ગરમી મેળવી ઠંડા તળાવમાં રાત પસાર કરી શકાતી હોય તો આ ખીચડી તો બસ એક મીટર જ દૂર છે, તે શું ન પાકી શકે?”
(11)
અકબર પોતાની ભુલ સમજી ગયો. તેણે બ્રાહ્મણને પાછો બોલાવ્યો અને 2000 સોનાના સિક્કા ઈનામમાં આપ્યા.