"બીરબલે ચોર ને પકડ્યો" | TBSPlanet Comics
was successfully added to your cart.

“બીરબલે ચોર ને પકડ્યો”

(1)

એક વખત એક અમીર વેપારી અકબરના દરબારમાં આવ્યો અને એણે કહ્યું કે એના ઘરમાં ચોરી થઈ છે. અને એ પણ કહ્યું કે એના નોકરો માંથી જ કોઈ એક ચોર છે.

 

(2)

અકબર દરબારમાં ગયો અને બિરબલને પૂરી  ઘટના કહી બીરબલે જવાબ આપ્યો કે, “બાદશાહ ચિંતા નહીં કરો હું ચોરને પકડી કાઢીશ.”

 

(3)

બીરબલ વેપારીની ઘરે ગયો અને બધા નોકરોને  લાઈનમાં ઉભા રાખ્યા અને પછી પૂછ્યું કે, “કોણે ચોરી કરી છે?” બધાંએ ના પાડી.

 

(4)

બીરબલ- ” મારે જ  શોધવું પડશે કે કોણ સાચું બોલે છે અને કોણ ખોટું.”

 

(5)

બીરબલે બધાને સમાન લંબાઈની લાકડી આપી અને કહ્યુ કે, ” જે ચોર હસે  તેની લાકડી કસકાલે બે ઇંચ ટૂંકી થઈ જશે તો કાલે બધા તૈયાર રહેજો.”

 

(6)

બીજે દિવસે બધા ભેગા થયા અને બીરબલે બધા નોકરોની લાકડી તપાસી. તેમાંથી એકની  લાકડી બે ઇંચ ટૂંકી હતી.

 

(7)

બીરબલ-” આ જ છે એ નફ્ફટ ચોર!!”

 

(8)

બીજે દિવસે વેપારીઓ બિરબલને પૂછ્યું કે, “તેણે ચોરી કેવીરીતે પકડયો?” બીરબલે કહ્યું કે,”ચોરે પોતાની લાકડી બે ઇંચ મોટી થઈ જશે એવા ડરથી તેને બે ઇંચ કાપી નાખી!”

 

 

www.facebook.com/TBSPlanet

More FREE COMICS

Shop More Comics

Leave a Reply