TBS PLANET COMICS | INDIAN COMICS| SUPERHERO AND HORROR COMICS || AVAILABLE IN 6 LANGUAGES
was successfully added to your cart.

Category

Free Comics (Gujarati)

“બીરબલની ખીચડી”

By | Free Comics, Free Comics (Gujarati) | No Comments

(1)

ઘણાં વર્ષો પહેલા અકબર નામનો એક રાજા હતો તે તેના ડહાપણ અને ન્યાય માટે બહુ જ પ્રસિદ્ધ હતો.તેને બીરબલ નામનો એક ચતુર દરબારી હતો, જ્યારે પણ બિરબલને એવું લાગે કે કંઈ ખોટું થયું છે ત્યારે તે રાજાને ટોકવા માટે ટેવાયેલો હતો. ભર શિયાળો ચાલતો હતો અને બધા તળાવો જામી ગયા હતા.

 

(2)

ભરદરબારમાં અકબરે બિરબલને પૂછ્યું, ” બોલ શું માણસ પૈસા માટે કંઈપણ કરી શકે?” બીરબલે હા પાળી અકબરે તેને તે સાબિત કરવા કહ્યું.

 

(3)

બીજે દિવસે બીરબલ ખૂબ જ ગરીબ બ્રાહ્મણ સાથે દરબારમાં આવ્યો તેની પાસે  અન્નનો એક દાણો પણ વધ્યો નહોતો અને એનો પૂરો પરિવાર ભૂખે મરવા પડ્યો હતો.

 

(4)

બીરબલે રાજાને કહ્યું કે,”બ્રાહ્મણ પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર છે.” અકબરે કહ્યું કે, “હું તને ઇનામ આપીશ જો તું આખી રાત જામેલા તળાવમાં ઉભો રે.”

 

(5)

ગરીબ બ્રાહ્મણ પાસે બીજો કોઈ રસ્તો  જ ન હતો, તે આખી રાત ધ્રૂજતા ધ્રૂજતા જામેલા તળાવમાં ઊભો રહ્યો

 

(6)

બીજે દિવસે બ્રાહ્મણ પોતાનું ઈનામ લેવા દરબારમાં પાછો ગયો. ત્યાં આકબરે પૂછ્યું કે, “તું આખી રાત કેવી રીતે ઠંડા પાણીમાં ઉભો રહયો?” બ્રાહ્મણે જવાબ આપ્યો કે હું એક કિલોમીટર દૂર દીવાને એકીટસે જોતો રહ્યો તેના કિરણોથી મેં ઠંડી સહન કરી.”

 

(7)

અકબર, “હું તને ઇનામ નહીં આપું કેમ કે તે પ્રકાશમાંથી ગરમી મેળવી છે અને ઠંડી સહન કરી છે. આ છળ-કપટ છે.” બીરબલ કે બ્રાહ્મણ બન્નેમાંથી કોઈ પણ રાજાને સમજાવી ન શક્યા.

 

(8)

બીજે દિવસે દરબારમાં બીરબલ નો એક સંદેશો આવ્યો કે, ” હું ખીચડી પાક્યા પછી દરબારમાં આવીશ.” અકબર આ સાંભળી ચોંકી ગયો.

 

(9)

જ્યારે બીરબલ પાંચ દિવસ પછી પણ દરબારમાં પાછો ન આવ્યો. ત્યારે અકબર બિરબલની ગયો. ત્યાં બીરબલે આગ સળગાવી રાખી હતી અને ખીચડીનો ઘડો એક મીટર ઉપર પાકવા રાખ્યો હતો.અકબરે બિરબલને પૂછ્યું, “બિરબલ ગાંડો થયો છે કે શું? આમ તારી ખીચડી એક મીટર દૂર રાખીશ તો ક્યારેય નહીં પાકે!”

 

(10)

બીરબલે કહ્યું, “બાદશાહ-એ-હિન્દુસ્તાન જો એક કિલોમીટર દૂર રહેલા દીવામાંથી ગરમી મેળવી ઠંડા તળાવમાં રાત પસાર કરી શકાતી હોય તો આ ખીચડી તો બસ એક મીટર જ દૂર છે, તે શું ન પાકી શકે?”

 

(11)

અકબર પોતાની ભુલ સમજી ગયો. તેણે બ્રાહ્મણને પાછો બોલાવ્યો અને 2000 સોનાના સિક્કા ઈનામમાં આપ્યા.

 

www.facebook.com/TBSPlanet

More FREE COMICS

Shop More Comics

 

“બીરબલે ચોર ને પકડ્યો”

By | Free Comics, Free Comics (Gujarati) | No Comments

(1)

એક વખત એક અમીર વેપારી અકબરના દરબારમાં આવ્યો અને એણે કહ્યું કે એના ઘરમાં ચોરી થઈ છે. અને એ પણ કહ્યું કે એના નોકરો માંથી જ કોઈ એક ચોર છે.

 

(2)

અકબર દરબારમાં ગયો અને બિરબલને પૂરી  ઘટના કહી બીરબલે જવાબ આપ્યો કે, “બાદશાહ ચિંતા નહીં કરો હું ચોરને પકડી કાઢીશ.”

 

(3)

બીરબલ વેપારીની ઘરે ગયો અને બધા નોકરોને  લાઈનમાં ઉભા રાખ્યા અને પછી પૂછ્યું કે, “કોણે ચોરી કરી છે?” બધાંએ ના પાડી.

 

(4)

બીરબલ- ” મારે જ  શોધવું પડશે કે કોણ સાચું બોલે છે અને કોણ ખોટું.”

 

(5)

બીરબલે બધાને સમાન લંબાઈની લાકડી આપી અને કહ્યુ કે, ” જે ચોર હસે  તેની લાકડી કસકાલે બે ઇંચ ટૂંકી થઈ જશે તો કાલે બધા તૈયાર રહેજો.”

 

(6)

બીજે દિવસે બધા ભેગા થયા અને બીરબલે બધા નોકરોની લાકડી તપાસી. તેમાંથી એકની  લાકડી બે ઇંચ ટૂંકી હતી.

 

(7)

બીરબલ-” આ જ છે એ નફ્ફટ ચોર!!”

 

(8)

બીજે દિવસે વેપારીઓ બિરબલને પૂછ્યું કે, “તેણે ચોરી કેવીરીતે પકડયો?” બીરબલે કહ્યું કે,”ચોરે પોતાની લાકડી બે ઇંચ મોટી થઈ જશે એવા ડરથી તેને બે ઇંચ કાપી નાખી!”

 

 

www.facebook.com/TBSPlanet

More FREE COMICS

Shop More Comics

“મનની શાંતી”

By | Free Comics, Free Comics (Gujarati) | No Comments

(1)

એકવાર અકબરે ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું અને સ્પર્ધાની વિષય વસ્તુ હતી “મનની શાંતી”.

 

(2)

સ્પર્ધામાં દેશભરના સારામાં સારા ચિત્રકારો એકઠા થયા અને ખૂબ જ સુંદર ચિત્રો દોર્યા“

 

(3)

લગભગ બધાં જ ચિત્રો જોઈ તેમાંથી એક સુંદર ચિત્ર પસંદ કરી અકબરે

બીરબલને કહ્યું કે ‘ મને આ ચિત્ર ખૂબ જ ગમ્યું. કેવી સુંદર શાંત જગ્યા છે. આકાશ પણ એકદમ સાફ છે. પક્ષીઓ કલબલાટ કરી રહ્યા છે ને નદી એકદમ શાંત વહેણમાં વહી રહી છે, ને વૃક્ષો પણ એ હવાની લહેરોમાં લહેરાતા આનંદ માણી રહ્યા હતા. આ ચિત્ર આપણી વિષય વસ્તુને એકદમ અનુરૂપ છે. -“મનની શાંતી”. તને શું લાગે છે બીરબલ?

 

(4)

બીરબલે જવાબ આપ્યો કે, “બાદશાહ!! જો તમે મને રજા આપો તો હું તમને કેવું ચિત્ર બતાવું કે જે આપણી વિષયવસ્તુને વધારે અનુકૂળ છે. તે ઘરડો માણસ ત્યાં ખૂણામાં એના ચિત્ર સાથે ઊભો છે.”

અકબરે કહ્યું કે, “ચોક્કસ! હું વિજેતા નક્કી કરતા પહેલા એનું ચિત્ર જોવાનું જરૂર પસંદ કરીશ.”

 

(5)

અકબર અને બીરબલ એ ચિત્ર ની પાસે પહોંચ્યા.

 

(6)

અકબરે કહ્યું,” યા અલ્લાહ!! આ તો સૌથી ખરાબ પરિસ્થિતિ વર્ણવે છે. આકાશમાં વીજળીના ગડગડાટ છે, નદીમાં પૂર છે, ને વૃક્ષો પડી રહ્યા છે.

 

(7)

અકબરે કહ્યું, “આ ચિત્રએ મને દુઃખી કરી નાખ્યો. બીરબલ તે એવું  શા થી કહ્યું કે આ ચિત્ર આપણી વિષયવસ્તુની યોગ્યતમ અનુરૂપ છે?”

 

(8)

બિરબલ બોલ્યો, “સાચું કહ્યું બાદશાહ! આ ચિત્ર ખૂબ જ હૃદયજનક  પરિસ્થિતિ દર્શાવે છે, પરંતુ તેમાં આ વૃક્ષ મા બેઠેલી ચકલી શાંતિથી પોતાના બચ્ચાને ખવડાવી રહી છે કે એવી આશા સાથે કે બધું જલ્દી સારું થઈ જશે.”

 

(9)

બિરબલ , “બાદશાહ! આપણું જીવન પણ કંઈક આના જેવું જ છે. જ્યારે પરિસ્થિતિ સુંદર અને અનુકૂળ હોય ત્યારે બધા પાસે મનની શાંતિ દેખાય પરંતુ જ્યારે પ્રતિકૂળ સંજોગો આવે ત્યારે જ ખબર પડે કે તે  કેટલી મનની શાંતિમાં રહે છે.”

 

(10)

અકબર બીરબલ નો આવો જવાબ સાંભળી ખુશ થયો અને તેણે પેલા ચિત્રકારને બોલાવ્યો અને એ ઈનામ આપી તેનું સન્માન કર્યુ.

 

www.facebook.com/TBSPlanet

More FREE COMICS

Shop More Comics