(1)
એકવાર અકબરે ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું અને સ્પર્ધાની વિષય વસ્તુ હતી “મનની શાંતી”.
(2)
સ્પર્ધામાં દેશભરના સારામાં સારા ચિત્રકારો એકઠા થયા અને ખૂબ જ સુંદર ચિત્રો દોર્યા“
(3)
લગભગ બધાં જ ચિત્રો જોઈ તેમાંથી એક સુંદર ચિત્ર પસંદ કરી અકબરે
બીરબલને કહ્યું કે ‘ મને આ ચિત્ર ખૂબ જ ગમ્યું. કેવી સુંદર શાંત જગ્યા છે. આકાશ પણ એકદમ સાફ છે. પક્ષીઓ કલબલાટ કરી રહ્યા છે ને નદી એકદમ શાંત વહેણમાં વહી રહી છે, ને વૃક્ષો પણ એ હવાની લહેરોમાં લહેરાતા આનંદ માણી રહ્યા હતા. આ ચિત્ર આપણી વિષય વસ્તુને એકદમ અનુરૂપ છે. -“મનની શાંતી”. તને શું લાગે છે બીરબલ?
(4)
બીરબલે જવાબ આપ્યો કે, “બાદશાહ!! જો તમે મને રજા આપો તો હું તમને કેવું ચિત્ર બતાવું કે જે આપણી વિષયવસ્તુને વધારે અનુકૂળ છે. તે ઘરડો માણસ ત્યાં ખૂણામાં એના ચિત્ર સાથે ઊભો છે.”
અકબરે કહ્યું કે, “ચોક્કસ! હું વિજેતા નક્કી કરતા પહેલા એનું ચિત્ર જોવાનું જરૂર પસંદ કરીશ.”
(5)
અકબર અને બીરબલ એ ચિત્ર ની પાસે પહોંચ્યા.
(6)
અકબરે કહ્યું,” યા અલ્લાહ!! આ તો સૌથી ખરાબ પરિસ્થિતિ વર્ણવે છે. આકાશમાં વીજળીના ગડગડાટ છે, નદીમાં પૂર છે, ને વૃક્ષો પડી રહ્યા છે.
(7)
અકબરે કહ્યું, “આ ચિત્રએ મને દુઃખી કરી નાખ્યો. બીરબલ તે એવું શા થી કહ્યું કે આ ચિત્ર આપણી વિષયવસ્તુની યોગ્યતમ અનુરૂપ છે?”
(8)
બિરબલ બોલ્યો, “સાચું કહ્યું બાદશાહ! આ ચિત્ર ખૂબ જ હૃદયજનક પરિસ્થિતિ દર્શાવે છે, પરંતુ તેમાં આ વૃક્ષ મા બેઠેલી ચકલી શાંતિથી પોતાના બચ્ચાને ખવડાવી રહી છે કે એવી આશા સાથે કે બધું જલ્દી સારું થઈ જશે.”
(9)
બિરબલ , “બાદશાહ! આપણું જીવન પણ કંઈક આના જેવું જ છે. જ્યારે પરિસ્થિતિ સુંદર અને અનુકૂળ હોય ત્યારે બધા પાસે મનની શાંતિ દેખાય પરંતુ જ્યારે પ્રતિકૂળ સંજોગો આવે ત્યારે જ ખબર પડે કે તે કેટલી મનની શાંતિમાં રહે છે.”
(10)
અકબર બીરબલ નો આવો જવાબ સાંભળી ખુશ થયો અને તેણે પેલા ચિત્રકારને બોલાવ્યો અને એ ઈનામ આપી તેનું સન્માન કર્યુ.